સામગ્રી :
બટાટા 500 ગ્રામ,
તલ 30 ગ્રામ, કાજુ 50 ગ્રામ,
લાલ મરચું 2 ચમચી, મીઠો લીમડો 3-5 પાન,
બુરુખાંડ ર ચમચી, શીંગદાણા 100 ગ્રામ,
વરિયાળી 30 ગ્રામ, મીઠું પ્રમાણસર,
લીલા મરચાં 2 નંગ, તળવા માટે તેલ, લીંબુના ફૂલ એક ચપટી.
રીત :
સૌપ્રથમ બટાટાને છોલીને છીણી નાંખવા, તે પછી બટાટાના છીણને પાણીમાં નાંખીને કોરા કપડાં પર પાથરી દેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ ગેસ પર ગરમ કરવા મૂકવું. તેમાં બટાટાના છીણને તળી લેવું. છીણ તળાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેવું. ત્યારબાદ એ જ તેલમાં શીંગદાણા, લીલા મરચાંના ટુકડા અને કાજુને તળી લેવા. હવે એ કડાઈમાં થોડું તેલ લઈને તેમાં વરિયાળી, તલ અને મીઠો લીમડો સાંતળી લેવો. તે પછી તેને છીણમાં નાંખીને બરાબર હલાલવું. તળેલા કાજુ, લીલાં મરચાંના ટુકડા અને શીંગદાણા નાખીને બરાબર મિક્સ કરવું. છેલ્લે તેમાં બૂરું ખાંડ, લાલ મરચાંની ભૂકી, લીંબુનાં ફૂલ નાંખી ફરી હલાવવું. તૈયાર થયેલો ફરાળી ચેવડો બરણીમાં ભરી લેવો.