ફરસી પૂરી
સામગ્રી
૧/૨ કિલો મેંદો
૧૨૫ ગ્રામ રવો
૨૦૦ ગ્રામ ઘી
૧ ચમચી જીરૂ
૧ કપ દૂધ
૫૦ ગ્રામ ચણાનો લોટ
૫૦ ગ્રામ ચોખાનો લોટ
૧/૨ ચમચી મરી
ખાંડેલા મીઠું
તળવા માટે તેલ
રીત :
સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, ચણાનો લોટ, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો.ઘીવાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના લુઆ પાડવા. તેની પાતળી પૂરી વણી લેવી. પૂરી વણાઈ જાય એટલે નખ અથવા ચપ્પુથી કાણા કરવા. ધીમા તાપે તળી લેવી.