ફરસી પૂરી

ફરસી પૂરી
સામગ્રી:

૨૫૦ ગ્રામ રવો
૨૫૦૦ ગ્રામ મેદો
મોણ માટે ઘી.
હળદર, જીરૂ, મીઠું અને મરી.
તળવા માટે તેલ.

રીત :
સૌ પ્રથમ રવો અને મેદો બંને ભેગા કરવા. થોડું આગળ પડતું ઘીનું મોણ નાખી ને લોટ બરાબર મીક્સ કરવો. હવે તમાં આખું જીરૂ , મીઠું, મરી અને સામાન્ય હળદર નાખવી. આ બધું બરાબર મેળવીને પૂરી જેવો લોટ બાંધવો. આ લોટને બરાબર કેળવવો. લોટના પૂરી જેવા લૂઆ બનાવીને તેની જાડી પૂરી વણવી. આ પૂરી કડક રહે તે માટે તેમાં ચમચી થી કાપા પાડવા. આ રીતે બધી પૂરી વણી લેવી. આ રીતે વણેલી પૂરીને મધ્યમ તાપે તેલમાં તળી આછી ગુલાબી રંગની થાય ત્યારે કાઢી લેવી. આ પૂરી નાસ્તામાં ચા તેમજ કોફી સાથે સરસ લાગે છે. ૧૫ દિવસ સુધી આ પૂરી સારી રહે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors