પ્રવાહ એટલા માટે છે,જેથી પુર્ણતા પામી શકાય. અ જગત જડ કે ચેતન,બધા જાણે -અજાણૅ પ્રવાહિત થઈ રહ્યા છે.કાળના કિનારાના સહારે બધે બધા વહી રહ્યા છે.સર્જન,સ્થિતિ,વિલયના પડાવોને પાર કરતું જડ જગત પ્રવાહિત છે.જન્મ,બાળપણ,યોવનાને વૃધ્ધવસ્થાના પડાવોને પાર કરતા ચેતન જગતની ચૈતન્યત પણ પ્રવાહમાન છે.ઊડાણથી જોવામાં આવે તો રોકાણ અને સ્થિરતા કયાંય દેખાતી જ નથી.બાબા ફરીદશેખ આવુ જ વિચારતા સવારે ફરીને પાછા આવી રહ્યા હતા.