પૌઆના ઢોકળા
સામગ્રી-
-250 ગ્રામ પૌઆ
-250 ગ્રામ દહીં
-મીઠું સ્વાદાનુસાર
-આદુ-મરચાની પેસ્ટ
વઘાર માટે-
-2 ચમચી તેલ
-1/2 ચમચી રાઈ
-1/4 ચમચી હિંગ
-કોથમીર
રીત-
પૌઆને ધોઈ પાણી નીતરી લો. હવે તેમાં દહીં, વાટેલા આદુ-મરચાની પેસ્ટ અને મીઠું નાખો. પૌઆને હાથેથી મસળવા. ત્યાર બાદ થાળીમાં આ મિશ્રણને થેપી દેવું. પછી તેને ગરમ થયેલા ઢોકળાના કુકરમાં ૧૦ મિનિટ માટે બાફો. ઠંડા પડે એટલે કટકા કરી ઉપર વઘાર કરી દેવો. પછી ઉપર કોથમીર નાખી પરોશો.