પૈસા…પૈસા…પૈસા…
પૈસા…પૈસા…પૈસા… અરે હા ભાઈ
રૂપિયા રૂપિયા રૂપિયા
આ જગતમાં જયાં જુઓ ત્યાં સહુને
વહાલા પૈસા…પૈસા…પૈસા..
જન્મ થયો બાબાનો,ત્યાં નર્સે માગ્યા પૈસા.
સાંસરિયામાં કહેવા ગયા,ત્યાં વધામણીના પૈસા
જોષી જુએ જન્મકુંડળી દેવા પડતા પૈસા…પૈસા…પૈસા..
ભણવા માટે નિશાળે ગયો ડોનેશનના પૈસા
નોટ,પેન્સિલ,ચોપડીના દેવા પડતા પૈસા
ભણીગણિને પાસ થયા ત્યાં પાર્ટીના પણ પૈસા
ઊચે હોદે મળી નોકરી સાહેબને ખુશ કરવાના પૈસા
સ્કુટર લાવ્યા,ગાડી લાવ્યાદઈ પૈસા
લાડકોડમાં લાડી લાવ્યા,વરધોડાના પૈસા
તીરથધામે તીરથ કરતા પંડા માગે પૈસા
દર્શન કરતા દીનબંધુના,ભેટપુજાના પણ પૈસા
પ્રસાદ લેવા પહોચ બતાવો,પહેલા ભરીને પૈસા
ધડપણ આવ્યુ તબિયત બગડી,ડોકટર માગે પૈસા
દીકરા-દીકરી સૌ માગે લાવો ભાગના પૈસા
છેલ્લી ધડીએ વિલ કર્યુ,વકીલ માગે પૈસા
જીવ ગયો ને ખોળિયુ રહ્યુ,બળવા માટે પૈસા
બારમુ-તેરમુ કરવા માટે,પહેલા જોઈએ પૈસા
જન્મ મરણના ચક્કરમાંભાઈ પૈસા…પૈસા…પૈસા..
આ જગતમાં જયાં જુઓ ત્યાં સહુને વહાલા પૈસા