પૂજા કર્યા પછી આરતી શા માટે કરવી જોઇએ ?

આપણા હદું ધર્મમાં આપણે નાનપણથી જ ઘરમાં પૂજા પછી કરાતી આરતી જોતાં આવ્યાં છીએ. તો નાનપણથી
જ નવરાત્રીમાં રાત્રે અંબા માની થતી આરતી જોઇ હશે. ઘણાં સ્ત્રી-પુરુષોને લાંબી આરતીનો મુખપાઠ પણ થઇ
ગયો હશે. શા માટે આપણે પૂજા કર્યા પછી આરતી કરીએ છીએ ? તે આપણે આપણા ધર્મની વાત હોવાથી જાણવી
જ જોઇએ. ઘણી વ્યકિતઓ પૂજામાં હાજર ન હોય પરંતુ આરતી વખતે તો અવશ્ય હાજર થઇ જ જાય છે. આવું કેમ
?
આપણાં શાસ્ત્રો આપણને જણાવે છે કે આરતી કરવાથી કે તેમાં ભાગ લેવાથી કે આરતીની આશકા લેવાથી
શરીર અને મન પવિત્ર થાય છે. આપણને પુણ્ય મળે છે. કોઇપણ દેવની આરતી ઊતાર્યા પછી તેમને ત્રણ વખત
પુષ્પ અર્પણ કરવાં જોઇએ. આરતી દરમિયાન, ઘંટ, ઢોલ, નગારાં વગેરે વગાડવાં જોઇએ. આરતીના વાસણમાં
ચોખ્ખું ઘી લઇ ૩,૫,૭ દિવેટ પલાળવી જોઇએ. પછી તેને પ્રગટાવી જે તે દેવને ઇષ્ટ આરતી સુંદર રાગથી ગાવી
જોઇએ. સાથે સાથે ઢોલ, નગારાં, ત્રાંસા, શરણાઇ કે ઘંટ કે અન્ય કોઇ વાજત્ર ઊપલબ્ધ હોય તે તમામ વાપરવા
જોઇએ. ઘણા રૂની અંદર કપૂર લપેટી દિવેટ બનાવી કપૂરના દીવાથી આરતી ઊતારતા જોવા મળે છે. સામાન્ય રીતે
ત્રણેક પાંચ દિવેટથી આરતી કરવામાં આવે છે.
આરતીનાં પાંચ પ્રકાર ઃ આપણા સમાજમાં પાંચ રીતે જે તે દેવની આરતી ઊતારવામાં આવે છે.
સૌપ્રથમ દીપમાળથી, જળ ભરેલાં શંખથી, ઘોયલા શુદ્ધ વસ્ત્ર વડે, આંબા-પીપળાનાં પાન વડે, શરીરનાં પાંચ
ભાગ (માથું, બે હાથ, બે પગ) આરતી કરવાથી સાક્ષાત ઇશ્વરની આપણે ભાવનાથી પૂજા કરીએ છીએ. તેવું
જણાય છે. આરતી દરમિયાન અગરબત્તી પ્રગટાવવાથી ઇશ્વરને સુગંધી ગમતી હોવાથી તે આરતી ઊતારનારની
સન્મુખઊભા રહે છે.
કળશ ઃ-
પૂજા દરમિયાન આપની પાસે તાંબાનો કળશ હોય છે. કળશ અંદરથી ખાલી હોય છે. આથી ખાલી કળશમાં
શિવ વસે છે તેવી ભાવના આપણા મનમાં હોય છે. જેથી પૂજા દરમિયાન દેવ તથા શિવ આપણી સામે પ્રસ્તુત છે
તેમ આપણે એક ધ્યાન બની જઇએ છીએ.
જળ ઃ-
જળથી ભરેલ કળશ દેવતાઓનું આસન કહેવાય છે. જળ શુદ્ધ હોવાથી જળ ઊપર ઇશ્વર ખચાય છે.જળ ઊપર
ઇશ્વર આકાૃષ્ટ થાય છે.
નારિયેળ ઃ-
આરતી કરતી વખતે આપણે કળશ પર નારિયેળ રાખતા હોઇએ છીએ. નારિયેળની શિખામાં હકારાત્મક ઊર્જા
હોય છે. જયારે આપણે આરતી ગાઇએ છીએ ત્યારે ચુક્ષ્મ તરંગોથી આપણા ભાવ આંદોલિત થઇ કળશમાં પ્રવેશે
છે.
સોનું ઃ-
સોનું સકારાત્મક ઉર્જા ધરાવે છે. તેથી સ્થાપના કળશ પાસે સોનું રાખવામાં આવે છે. જેના કારણે એક ઇશ્વરિય
વાતાવરણ ઉભું થાય છે. ભકતનો આનંદ હોય તો ઇશ્વર પણ આકાૃષ્ટ તો થાય છે જ
તામ્રનાણું ઃ-
કળશમાં તાંબાનું નાણું પધરાવવાની કળશમાં હકારાત્મક ઉર્જા ઉભરાય છે. જેના કારણે ઘરનું વાતાવરણ શુદ્ધ

થાય છે.
સાત નદીનાં જળ ઃ-
આપણાં ભારતમાં ગંગા, ગોદાવરી, યમુના, સધુ, કાવેરી, નર્મદા સરસ્વતીને ખૂબ પવિત્ર મનાય છે. જો સાત
પવિત્ર નદીમાં જળથી દેવપૂજા કરાય તો હકારાત્મક ઉર્જા અને વાતાવરણ પવિત્ર બને છે.
પાન-સોપારી ઃ-
સોપારી જળ ભરેલ કળશમાં પધરાવવાથી સૂક્ષ્મ તરંગો અદોલિત થાય છે. જે આપણા રજગુણનો નાશ કરે છે.
અને સાત્વિક ગુણ પ્રગટાવે છે. નાગરવેલનું પાન બ્રહ્મલોક તથા ભૂલોક ચાવીરૂપ મનાય છે. જેથી આપણે પૂજા
દરમિયાન જળ-સોપારી પણ ભગવાનને અર્પણ કરીએ છીએ.
તુલસી ઃ-
તુલસી ખૂબ પવિત્ર છોડ છે. તેમાં ભગવાન વિષ્ણુનો વાસ મનાય છે. દરેક પૂજા-આરતી પ્રસાદમાં તુલસી
પત્રનો ઊપયોગ થાય જ છે. તુલસી ઘરનું વાતાવરણ પવિત્ર કરીને ઘર ખુશીઓથી ભરી દે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors