શ્રાદ્ધ પક્ષમાં દરરોજ પીપળાના મૂળમાં પાણી રેડીને સ્તવન પાઠ પણ સોળે દિવસ કરવો. આમ કરવાથી અતૃપ્ત-અસંતુષ્ટ જીવાત્માની સદ્ગતિ થાય છ. કોઇપણ પવિત્ર ગણાતી નદી અથવા જળાશયના કાંઠે-પીપળાના ઝાડ નીચે-સ્નાન કરીને શુદ્ધ થાય બાદ ભક્તિભાવપૂર્વક પિતૃઓના આત્માની ઊઘ્ર્વગતિ માટે જરૂરી સંકલ્પ કરી પિતૃપ્રસન્નકર સ્તવનનો પાઠ કરવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. ખરેખર આ સ્તવન પિતૃ શાંતિ માટેનો ઉત્તમને સરળ માર્ગ છે જે કોઇ શ્રદ્ધા ભક્તિથી તેનો પાઠ કરશે તેમને એનો લાભ મળશે.
ઓમ શ્રીમ સર્વ માતૃ-પિતૃ દેવાય નમ:
સર્વ રિદ્ધિ-સિદ્ધિ સર્વ સંપદા કુરુ કુરુ સ્વાહા
પિતૃ પ્રસન્નકર સ્તવન
૧.અર્ચિતાનામ્ ચ મૂર્તાનામ્ પિતૃણાં દીપ્ત તેજ સામ્, નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્ય ચક્ષુષામ્
જેઓ સર્વદા પૂજિત અમૂર્ત-અર્દશ્ય અત્યંત તેજસ્વી ધ્યાની તથા દિવ્ય દ્રષ્ટિ સંપન્ન છે તે પિતૃદેવોને હું સદા નમસ્કાર કરું છું.
૮.સોમારાધાન્ પિતૃગણાન્ યોગમૂર્તિ ધરાંસ્તથ નમસ્યામિ તથા સોમં પિતરં જગતામ્યહમ્
ચંદ્રના આધારે પ્રતિષ્ઠિત રહેલા તથા યોગ મૂર્તિધારી પિતૃઓને હું પ્રણામ કરું છું તે સાથે જગતપિતા ચંદ્રને નમસ્કાર કરું છું.
પિતૃપૂજન, પી.આર. મિરાણી