પાવભાજી
સામગ્રી :
૧.૫ કપ બાફેલા બટેટાનો છૂંદો
૧ કપ ફલાવર બાફેલું
૦.૫ કપ વટાણા બાફેલા
૦.૫ કપ ગાજર બાફેલા
૦.૫ કપ કેપ્સીકમ (ભોલર મરચાં) બારીક સમારેલા.
૨.૫ કપ ટામેટા બારીક સમારેલા.
૦.૫ ચમચી હળદર, 0.5 લાલ મરચાંની ભૂકી, ૧.૫ ચમચો પાવભાજીનો મસાલો.
૦.૫ ચમચી સંચળનો ભૂકો, ૫ ચમચા બટર, મીઠું સ્વાદ અનુસાર.
૩-૪ કાશ્મીર મરચાં તેમજ ૪-૬ કળી લસણ વાટીને પેસ્ટ.
(પીરસતી વખતે… ) ૧ કાંદો બારીક સમારેલો, ૪ ટુકડા લીંબુના, ૧ ચમચો કોથમીર બારીક સમારેલી.
રીત :
એક મોટા વાસણમાં બટર નાંખીને તેમાં કાંદા અને કેપ્સિકમ નાંખી સાંતળો. તેમાં મરચાં-લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટા નાખી સતત હલાવતાં રહો જેથી તેલ છૂટું પડે. તેમાં હળદર, મરચાંની ભૂકી, પાવભાજી મસાલો, સંચળ અને મીઠું નાખી 2 થી 3 મિનિટ હલાવો. તેમાં બાફેલા શાકભાજી અને બટેટાનો છૂંદો નાંખી ‘પૉટેટો મૅશર’ (બટેટાનો છૂંદો કરવાનું સાધન) વડે બધાને સરખું છુંદીને મિક્સ કરો. જરૂર પડે તો ૦.૫ કપ પાણી નાખો.
હવે પાવ ને વચ્ચેથી કાપો. બંને બાજુ બટર લગાડો. તેના પર પાવભાજી મસાલો છાંટો. તવો ગરમ કરી તેના પર થોડું બટર લગાડી પાવને શેકો.
ચાર પ્લેટમાં ભાજી પીરસો. તેના પર કાંદા અને કોથમીર નાંખો. પાવ અને લીંબુના ટુકડા સાથે પીરસો.