પાલક શિંગોડા પાન
સામગ્રીઃ
પાલકના પાન ૮થી ૧૦ નંગ,
વટાણા ૫૦ ગ્રામ,
તુવેર ૫૦ ગ્રામ,
સમારેલી કોથમીર ૧ વાટકી,
આદુ મરચાની પેસ્ટ અ વાટકી,
ગરમ મસાલો ૧ ચમચી,
બારીક સમારેલો સુકો મેવો ૧ વાટકી,
લીબુનો રસ ૧ ચમચી,
ટુથપિક ૮-૧૦ નંગ,
ચોખાનો લોટ ૨૦૦ ગ્રામ,
લવિંગ ૮-૧૦ નંગ,
ખાંડ અને મીંઠુ સ્વાદ મુજબ,
લીલો રંગ ૧ ચમચી,
તેલ જરુર મુજબ
ગાર્નિશિગ માટેઃ
પનીરનું છીણ જરુર મુજબ
રીતઃ
પાલકના પાનને ધોઈને કોરા કરો.વટાણા અને તુવેર ક્રશ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ,સુકો મેવો અને કોથમીર ભેળવો.મીંઠુ,ખાંડ અને લીંબુનો રસ ઉમેરી માવો બનાવો.હવે કોરા પાનને વાળીને તેમાં આ માવો ભરી બીજા પાનથી બંધ કરી ઉપર લવિંગ ભેળવો.ચોખાના લોટમાં થોડું મીંઠુ અને ખાવાનો લીલો કલર ભેળવી ખીરુ બનાવો.કઢાઈમાં તેલ ગરમ કરો.પાનને ખીરામાં બોળી વાળી લો.હવે તળેલા પાનમાંથી લવિંગ કાઢી ટુથપિક લગાવો.ઉપર પનીરના છીણથી ગાર્નિશીગ કરો.અને ટૉમેટો સોસ સાથે સ્વાદ માણૉ.