પારડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લાના કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીનો એક એવો મહત્વનો તાલુકો છે. પારડી આ તાલુકાનું મુખ્ય મથક છે. આ નગર કિલ્લા પારડી નામથી ઓળખવામાં આવે છે. પારડી નગરની ઉત્તર દિશામાં પાર નદી વહે છે.
પાર નદી, કોલક નદી અને દમણગંગા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. આ તાલુકાના મુખ્ય મથક પારડી ખાતેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ તેમ જ અમદાવાદ અને મુંબઈને જોડતી રેલવેલાઈન પસાર થતી હોવાને કારણે ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં જોવા મળે છે.