પાદર ગયું, પનિહારી ગઈ, ગયાં પાણીનાં બેડાં,
લાજ ગઈ, ભેળી લજ્જા ગઈ, ગયાં કઠણ કેડા.
સાત ભવની છોડો સખી, ઇ ભવ નો રેય ભેળાં,
ક્ષણ ભરનાં આવેશમાં એના થાય છુટા છેડા.
વખત કાઢે, વહેવાર રાખે, સાચવે વિપદ વેળા.
એ ઘર ગયું, ઘરનારી ગઈ, ગયાં ભજન ભેળા.
ભાઈ ગયા, ભાઈબધું ગયા, ગયાં હેતના હેડા.
નજરું ગઈ, નજાકત ગઈ, ગયાં એ નાદાન નેડા.
વ્રત ગયું, વાર્તા ગઈ, આ કંકુએ છેતર્યા કેવા?
ભાન ગઈ પછી શાન ગઈ, વહમી આવી વેળા.
કરમ કાઢ્યા, ધરમ કાઢ્યા,ખરા ‘દેવ’ ખદેડયા.
બાપ દાદાને બા’ર મૂકી, ત્રણ ચાર કૂતરા તેડ્યા.
-દેવાયત ભમ્મર