પાંચ પ્રકારની સ્ત્રીઓ પસંદ ને પાત્ર નથી

આપણે બધાં જાણીએ છીએ કે સ્ત્રીઓને પુરુષોમાં શું પસંદ નથી પડતું, પણ આપણામાંથી મોટાભાગનાને ખબર નહીં હોય કે પુરુષો કેવી સ્ત્રીઓને રીજેક્ટ કરી દે છે!  અહીં એવી પાંચ પ્રકારની સ્ત્રીઓની વાત કરીએ છીએ જે પુરુષોને પસંદ નથી હોતી…

ફરિયાદ કરતી સ્ત્રી : જે સ્ત્રી સતત ફરિયાદો કર્યા કરે, નકારાત્મક વાતો કર્યા કરે તેમની તરફથી પુરુષો નજર ફેરવી લે છે. આપણા દરેકના જીવનમાં ફરિયાદો કરવા માટેના કારણો હોય છે, પણ તેનો અર્થ એ નથી કે ચોવીસે કલાક, દરેક બાબતે ફરિયાદો જ કર્યા કરવાની. પુરુષો નથી સમજી શકતા કે શા માટે સ્ત્રીઓ આવું વર્તન કર્યા કરે છે! સ્ત્રીઓએ જે-તે મુશ્કેલીનું નિરાકરણ લાવવું જોઇએ અથવા ફરિયાદો કરવાનું ટાળવું જોઇએ.

વેટ-વોચર : \’ઓહ બીયર ન લેવું જોઇએ, તેમાં વધારે કેલરી હોય છે\’, \’તમારે દરરોજ જીમમાં જવું જ જોઇએ\’ –  જો આ તમારા ફેવરિટ કેચવર્ડ્સ હોય, તો સમજી લો કે તમારા જીવનના માર્ગમાં મુશ્કેલી સર્જાવાની તૈયારી છે. ઘણી એવી કસરતો છે જે કરીને પુરુષ વજન ઘટાડી શકે, પણ જો તમે વધારે પડતા કોન્શિયસ બની જશો તો કદાચ પુરુષ ગુસ્સે થઇ જશે. સ્ત્રીઓએ સમજવું જોઇએ કે કઇ રીતે પુરુષના વજનને સારી રીતે અંકુશમાં લઇ શકાય.

સાસરિયાઓને ઠપકો : સહમત છીએ કે બહુ ઓછા એવા લોકો હોય છે જેમને સારું સાસરુ મળે છે. પણ જો તમે આવી નસીબદાર વ્યક્તિઓમાંની એક ન હોવ તો શું તમે તમારા સાસરીપક્ષ વિશે સતત ખરાબ બોલ્યા કરશો? તેઓ કોઇના માતા-પિતા છે અને જો તમારી પાસે તેમના વિશે કહેવા માટે કંઇ સારું ન હોય તો ખરાબ તો ન જ બોલવું જોઇએ.

સતત કામમાં પરોવાયેલી વ્યક્તિ : જો તમે માત્ર અને માત્ર તમારા પ્રોફેશનલ કામ પર જ ધ્યાન આપ્યા કરતા હશો તો તમે તમારા પુરષ પાર્ટનરની નારાજગી વહોરી લેશો. તમારી પાસે તમારા બોસ માટેનું, તમારા સહકર્મચારીઓ માટેનું, એચ.આર. માટેનું ઘણું બધું કામ હોઇ શકે છે – આવા સમયે તમારી પાસે વાત કરવાનો પણ સમય ન હોય તે સ્વાભાવિક છે. પણ પુરુષ તમારો રસ જાણવા ઇચ્છે છે, તેના માટેનો તમારો અભિપ્રાય શું છે તે જાણવા ઇચ્છ છે, પણ તમે તમારા વધુ પડતા કામની પાછળ તમારા પાર્ટનર પ્રત્યેની તમામ લાગણીઓ છુપાવી દો છો, જો તમારે ખરેખર તમારા પાર્ટનરની જરૂર હોય તો તેને પ્રાયોરિટી આપો. પહેલા તમારી પર્સનલ લાઇફને માણતા શીખો.

સલાહ આપતી સ્ત્રી : કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જેમને સતત સલાહો આપવી પસંદ હોય છે. તેઓ પોતાની જાતને \’એડવાઇઝરી બોડી\’ સમજતી હોય છે. આવી સ્ત્રીઓ એવું સમજે છે કે તેમની આસપાસની વ્યક્તિઓને સલાહ આપ્યા કરવી એ તેમનો વ્યવસાય છે. આવી સ્ત્રીઓ મમ્મી જેવી સાઉન્ડ થાય છે. યાદ રાખો, કોઇ પુરુષ \’મમ્મી\’ સાથે ડેટ પર નહીં જાય!

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors