માણસની પાંચ ખોટી ધારણાઓ તેને આખી જિંદગી દૂ:ખી કરવા માટે પૂરતી છે :
(1) મારી મહેનત કરતાં મને ઓછું મહેનતાણું મળે છે અને મારું શોષણ થાય છે !
(2) મારી લાગણીઓને કોઈ સમજતુ નથી અને મારી વાત કોઈ સાંભળતુ નથી !
(3) મારા કામની કોઈ કદર કરતુ નથી અને મને યશ મળતો નથી !
(4) મેં હંમેશાં બધાને મદદ કરી છે અને હવે મારે જરૂર છે ત્યારે મને કોઈ મદદ કરતુ નથી !
અને
(5) મારો કોઈ દોષ નથી હોતો અને છતાં મારો જ વાંક કાઢવામાં આવે છે !
મિત્રો,
આ પાંચેય ધારણાઓમાં આપણે આપણા દુ:ખ માટે \”બીજાને\” જવાબદાર માનીએ છીએ.એક વાત યાદ રાખજો , માણસ જયારે પોતાના સુખને\”પરાધીન\” બનાવી દે છે, ત્યારે તેને \”પીડાધીન\” બનતાં ભગવાન પણ અટકાવી શક્તો નથી !!……