પરમ શક્તિનો અનુભવ કરવો હોય તો શું કરવું જોઈએ?
* વ્યાપક રૂપે વર્તવાનો પ્રયાસ કરવો.
* જીવનનો યથાતથ અનુભવ કરવો.ચૈતન્ય જીવન રૂપે જ પ્રગટ થાય છેઃ જીવનની હાજરી એટલે જ ચૈતન્ય્ની હાજરી: જીવનના અભાવ પરમ શક્તિનો અનુભવ શક્ય નથી.
* હ્રદયમાં પરમાત્મા સિવાયનું જે કાંઈ ભર્યુ હોય તેને ખાલી કરી નાખવું.
* પરમાત્માની હાજરી છે એમ સમજીને સર્વ કર્મ કરવાં અને કર્મનું ફળ તેમને સમર્પિત કરવું.
* પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ.
* રાગ-દ્રેષથી અળગા રહેવું.
* રજોગુણ અને તમોગુણનો સંગ ન કરતાં સત્વગુણમાં સ્થિર થવું.
* અન્તર્મુખ થઈ અંદરના જગત પર સાવધાનીપૂર્વક નજર રાખવી અને નિરર્થકને ખંખેરી નાખવું.