સામગ્રી :
પાલકની ભાજી : ૩ ઝૂડી,
લીલાં મરચાં : ૩,
ઘી : ૨ ચમચા,
ગરમ મસાલો : ૧ ચમચી,
પનીર : ૨૫૦ ગ્રામ,
હળદર ૧/૨ ચમચી,
મીઠું : પ્રમાણસર,
લાલ ટામેટાં : ૩.
રીત :
ઊકળતા મીઠાના પાણીમાં ભાજીને નાખી પાંચ મિનિટ રાખી, ચાળણીમાં કાઢીને નિતારીને ઠંડી પાડો. તેની બારીક ચટણી વાટો, સાથે મરચાં પણ વાટી લેવાં.ટામેટાંને એકદમ ઝીણાં ઝીણાં સમારી લેવાં. પનીરના ટુકડાને ગરમ ઘીમાં તળીને લઇ લેવા. પછી તેમાં ઝીણા સમારેલાં ટામેટાં નાખી પાંચ મિનિટ રહેવા દો. બરાબર ગળી જાય એટલે તેમાં વાટેલી ભાજી નાખી હળદર અને મીઠું નાખી સીજવા દેવી. પછી જ્યારે બધું પાણી બળી જઈને ઘી છૂટું પડવા લાગે ત્યારે ગરમ મસાલો નાખી બરાબર હલાવી પનીરના ટુકડા નાખી બે મિનિટ ઢાંકીને રહેવા દેવું, પછી ખાવાના ઉપયોગમાં લેવું