પનીર ખોયા કોરમાં
સામગ્રી:
૧ લીટર દૂધનું પનીર
૧ ઝીણો કાપેલો કાંદો
૧ ચમચી ધાણા જીરું
૨ ચમચી લાલ મરચું
૨ ચમચી ઘી
મીઠું
૧ મધ્યમ ટામેટું
૫૦ ગ્રામ માવો
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી કાજુના ટુકડા
અડધી ચમચી મરીનો ભૂક્કો
ઝીણી કાપેલી કોથમીર
રીત:
પનીર બનાવી હાથથી છુટું કરી લો. ટામેટાને ઉકળતા પાણીમાં ૫ મિનીટ રાખી છાલ ઉતારી ઝીણા કાપી લો. ઘી ગરમ મૂકી કાંદા સાંતળો. માવો છીણી લઇ અલગ શેકી લો.કાંદો સાંતળી લો એટલે ટામેટાના ટુકડા નાખી ૫ મિનીટ પછી સૂકો મસાલો , માવો ,કાજુના ટુકડા, મીઠું ,પનીર ૨ કપ પાણી નાંખી ધીમા ગેસ પર પાંચ મિનીટ ઉકાળી ઉતારી લો.કોથમીર છાંટી પીરશો.