પકોડા માટેની સામગ્રી-
-2 કપ બેસન
-1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી
-6 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
-1 નાની ચમચી લાલ મરચાં ભૂકી
-2 મોટા ચમચા તેલ પકોડા તળવા માટે
-મીઠું સ્વાદાનુસાર
કઢી માટે સામગ્રી-
-5 કપ ખાટું દહીં
-6 મોટા ચમચા બેસન
-1 નાની ચમચી રાઈ
-1/2 નાની ચમચી હળદર
-6 લીલાં મરચાં વચ્ચેથી ચીરેલાં
-1 ઈંચ આદુંનો ટુકડો ઝીણો સમારીને
-1 ચપટી હિંગ
-4 કપ ગરમ પાણી
-મીઠું સ્વાદાનુસાર
રીત-
કઢી બનાવવા માટે દહીંમાં બેસન અને પાણી નાખીને હેન્ડ મિક્સરથી મિક્સ કરો.એક કઢાઈ કે મોટા વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગનો વઘાર કરી આદું,લીલાં મરચાં અને હળદર નાખો.તે પછી દહીં-બેસનનું મિશ્રણ,ચીરેલાં લીલાં મરચાં અને મીઠું નાખો.આંચ તેજ કરી મિશ્રણને ઉકાળો.પછી આંચ ધીમી કરો.આશરે ૧૫ મિનિટ ધીમી આંચ પર મિશ્રણને કઢી જેવું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
પકોડા માટે બેસનમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરો.પાણીમાં બેસનની ગાંગડી બરાબર મિક્સ થાય ત્યાં સુધી ફીણો.તેમાં સમારેલી ડુંગળી,લીલાં મરચાં,લાલ મરચાં ભૂકી,મીઠું અને ગરમ તેલ ઉમેરો.ફરી એકવાર બધી સામગ્રીને મિક્સ કરવા ફીણો.હવે ગરમ તેલમાં નાના-નાના પકોડા તળો.તૈયાર કઢીમાં પકોડા નાખો અને ૫ મિનિટ ધીમી આંચ પર ઊકળવા દો. સર્વિંગ ડિશમાં કઢીને કાઢો.૧ ચમચી તેલ ગરમ કરી તેલમાં લાલ મરચાં તતડાવી કઢી પર રેડો.