\”નુસખા\”
અનેક પ્રકારનાં કષ્ટો માનવીના જીવનમાં હોય છે. કોઇને સ્વાસ્થ્યનાં તો કોઇને સંબંધોમાં, તો કોઇને ધન અને વ્યાપાર સંબંધી. બધાં જ તેમાંથી બહાર નીકળવા માંગતાં હોય છે એટલે કે દુઃખને દૂર કરીને સુખ મેળવવા માંગતા હોય છે. સુખપ્રાપ્તિ કરવી હોય તો નીચાને ઉપાયો ખૂબ જ કારગર સાબિત થશે. અનેક પ્રકારનાં કષ્ટો માનવીના જીવનમાં હોય છે. કોઇને સ્વાસ્થ્યનાં તો કોઇને સંબંધોમાં, તો કોઇને ધન અને વ્યાપાર સંબંધી. બધાં જ તેમાંથી બહાર નીકળવા માંગતાં હોય છે એટલે કે દુઃખને દૂર કરીને સુખ મેળવવા માંગતા હોય છે. સુખપ્રાપ્તિ કરવી હોય તો નીચાને ઉપાયો ખૂબ જ કારગર સાબિત થશે.
ઘરમાં શાંતિને માટે
એક મૂઠી ગોળનો ભુક્કો, એક મૂઠી મીઠું (આખું), એક મૂઠી ઘઉં, બે તાંબાના સિક્કા લઇને બધું એક સફેદ કપડામાં બાંધીને તે ઘરમાં રાખવું. આ પ્રયોગથી ઘરમાં શાંતિ રહેશે. તેને સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અથવા રવિવારે કરવો જોઇએ. જો તાંબાના સિક્કાની જગ્યાએ ચાંદીનો સિક્કો મુકાય તો વધારે ઉત્તમ રહે છે અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા નથી.
બરકતને માટે
કેટલીક વખત આવક વધુ હોવા છતાં તે ઘરમાં રહેતી નથી એટલે કે ઘરમાં ધન રહેતું નથી. આવા સમયે ઘઉં દળાવા જતી વખતે તેમાં તુલસીનાં અગિયાર પાન નાખવાં, બે કેસરના તાંતણા નાખીને થોડાક ઘઉંને રાતના સમયે મંદિરમાં મૂકી આવી, સવાર પડતાં જ આ ઘઉંને બીજા ઘઉં સાથે ભેળવી દઇ તેને ઘંટીમાં દળાવી દેવા. આ પ્રયોગથી ઘરમાં અવશ્ય બરકત આવશે.
ભાગીદારી અને વ્યાપારમાં ઉન્નતિને માટે
જો ભાગીદારી હોય અને પરસ્પર ભાગીદાર સાથે લડાઇ-ઝઘડા થતા હોય તો કોઇ પણ વર્ષની દિવાળીની રાતે કાચું સૂતર લઇ તેને રંગ વડે રંગી નાખવું. તે સૂતરને લક્ષ્મી સન્મુખ મૂકીને પોતાનું કામકાજ બરાબર રીતે ચાલે તેમ જ લડાઇ-ઝઘડા થાય નહીં તેવી પ્રાર્થના કરવી. આ પ્રયોગથી ભાગીદારી સારી રીતે ચાલશે અને વ્યાપાર વધશે.
ક્લેશને દૂર કરવા માટે
ઘરમાં ક્લેશ એટલે કે કલહ-કંકાસ થતો હોય, નાની-નાની વાતમાં મતમતાંતર સર્જાતા હોય તો આવા સમયે તેમાંથી છુટકારો મેળવવા માટે ઘરમાં જ્યારે લોટ દળવાનો થાય ત્યારે તે સોમવારે અથવા શનિવારે જ દળાવવો. તે દળાવતાં પહેલાં તેમાં સો ગ્રામ કાળા ચણા નાખી દેવા. આવા પ્રકારનો લોટ ખાવાથી ધીરે-ધીરે લડાઇ ઝઘડા ઘટતાં જશે અને ઘરમાંથી ક્લેશ સંપૂર્ણ નાબૂદ થઇ જશે.
કષ્ટોને દૂર કરવા માટે
એક પતંગ લઇને તેના પર પોતાનાં કષ્ટ અને પરેશાનીઓ લખવી. પછી તેને હવામાં ઉડાડીને છોડી દેવો. આમ સતત સાત દિવસ સુધી કરતા રહેવું. આમ કરવાથી સઘળાં કષ્ટો અને પરેશાનીઓ દૂર થઇ જશે. જીવનમાં સુખ-શાંતિ સ્થપાશે.
પતિ-પત્નીના ઝઘડા રોકવા
રાત્રે સૂતી વખતે પતિએ પોતાના ઓશિકા નીચે સિંદૂર મૂક્વું અને પત્નીએ કપૂર મૂક્વું. સવારે ઊઠીને પત્નીએ આ કપૂર સળગાવી દેવું તથા પતિએ સિંદૂરને ઘરના આંગણામાં ક્યાંક વિખેરી દેવું. આ પ્રયોગથી પતિ-પત્ની વચ્ચેના લડાઇ-ઝઘડા દૂર થાય છે.
સુખ-શાંતિમાં વૃદ્ધિ માટે
સાત અશોક વૃક્ષનાં પાન લાવીને તેને મંદિરમાં મૂકીને તેની પૂજા કરવી. જ્યારે આ પાન કરમાવા માંડે ત્યારે નવાં પાન લાવીને મૂક્વાં, જૂનાં પાનને પીપળાની નીચે મૂકી આવવાં. આમ કરવાથી ઘરમાં સદાને માટે સુખ-શાંતિ રહે છે તથા તેમાં વૃદ્ધિ થાય છ