* કોઈ આશા જ નથી.
* શું કરવું તે જ સમજાતું નથી.
* મને સાચો માર્ગ મળશે જ નહી.
* મને સાચો જવાબ મળશે જ નહી.
* પરિસ્થતિ બગડતી જ રહી છે.
* હું ફસાઈ ગયો છું.
તમે આવા વિચારો જ કર્યા કરો તમારું આંતર મન તમને સહકાર જ નહી આપે.પહેલાં તમો મનથી સ્પષ્ટ વિચારો તમે નિર્ણય લો આમાંથી માર્ગ મળવાનો જ છે. તે માર્ગ ક્યો છે તે તમારું આંતર મન બરોબર જાણે છે.ધારો કે કાંઠા ઉપરના થાંભલા સાથે બાંધેલી નાવમાં બેસી ગમે તેટલાં હલેસાં મારશો તો પણ નહી આગળ જશો.