સામગ્રી :
૨૫૦ ગ્રામ મેંદો,
૧/૪ ચમચી બેકિંગ પાઉડર,
૫૦૦ ગ્રામ ખાંડ,
૧ ચપટી ખાવાનો લાલ રંગ,
૧ નાળિયેર,
૨૫૦ ગ્રામ ઘી કે તેલ.
રીત :
મેંદો ચોળીને એક મોટા વાટકામાં નાખી તેમાં બેકિંગ પઉડર ભેળવી દો. હવે નાળિયેર ફોડીને તેમાંથી પાણી કાઢી લો. નાળિયેરનો માવો બારીક પીસીને મેંદામાં મિક્સ કરી તેમાં ધીરે ધીરે નાળિયેરનું પાણી રેડીને મેંદાનું ખીરું તૈયાર કરો. તે પાતળું ન હોવું જોઈએ. એક વાસણમાં પાણી તથા ખાંડ નાખી ચાસણી બનાવવા ગરમ કરો. તેમાં લાલ રંગ નાખો. એક તારી ચાસણી બનાવી લો. ફ્રાઈન પેન આંચ પર મૂકો. તેમાં ઘી કે તેલ નાખી ખૂબ ગરમ કરો. હવે જલેબી પાડવાના કપડામાં ખીરું ભરી તેને ઉપરથી મજબૂત પકડીને ધીરે ધીરે દબાવો. કપડાના ગોળ કાણામાંથી કડાઈમાં જલેબી પાડી, તળીને તરત જ ખાંડની રંગીન ચાસણીમાં નાખતાં જાવ. થોડીવાર પછી જલેબીને ચાસણીમાંથી બહાર કાઢી લો.