નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ
સતગુરુને પુછીને પગલા રે ભરવા રે… થઈને રે રહેવુ રે એના દાસ

એ જી રંગ ને રે રુપમાં રમવુ નહી રે, કરવો ભજન નો અભ્યાસ
એ જી રંગ ને રે રુપમાં પાનબાઈ રમવુ નહી રે, કરવો ભજન નો અભ્યાસ
સતગુરુ સંગે, નિર્મળ રેવુ ને, ત્યજી દેવી ફળ કેરી આસ
નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ
દાતા ને ભોક્તા એ હરિ એમ કેવુ ને, રાખવુ રે નિર્મળ જ્ઞાન
સતગુરુ ચરણમાં એ શિશ રે નમાવવુ રે, ધરવુ રે ગુરુજીનુ ધ્યાન
નવધા રે ભક્તિમાં પાનબાઈ, નિર્મળ રેવુ રે… રાખવો વચન નો વિશ્વાસ
હે અભ્યાસીને પાનબાઈ એવી રીતે રેવુ, જાણવો રે વચન નો મર્મ
ગંગાસતી એમ બોલ્યાને, છૉડી દેવા અશુધ્ધ કર્મ