ધાર્મિક પુરૂષનાં લક્ષણૉ કયાં?
* શ્રીમદભાગવતમાં નીચેનાં લક્ષણૉ ગણાવ્યા છે.તેમનું આચરણ મનુષ્યને ખરા અર્થમાં ધાર્મિક બનાવે છે;
-કૃપાળુ,અદ્રોહી,સર્વ પ્રાણીઓ પ્રત્યે સહિષ્ણુ,સત્યમાં અડગ,ઇર્ષારહિત,સમદષ્ટિવાન,વિકારહિત ચિતવાળો,ઇન્દ્રિયોને વશ કરનાર,કોમળ,પવિત્ર, અપરિગ્રહી,આ લોક-પરલોકની ચિંતા ન કરનાર,મિતાહારી,શાંત સ્થિર,ભગવતશરણ લેનાર,મોની,સાવધાન,ગંભીર,ધીરજવાન,ભુખ-તૃષ્ણા-શોક-મોહ-વૃધ્ધાવસ્થા-મૃત્યુ એ છને જીતનાર,માનની ઇચ્છા વિનાનો,સૌને માન આપનાર,જ્ઞાન આપવામાં કુશળ,સર્વનો મિત્ર,કરુણાવાન તથા દ્રષ્ટા.