ધરમપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં અવેલું એક નગર છે, જેનું મુખ્ય મથક પણ છે.
ધરમપુર નગર વલસાડથી પૂર્વ દિશામાં રાજ્ય ધોરી માર્ગ પર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. ભારત દેશને આઝાદી મળી તે સમયમાં ધરમપુર રજવાડું હતું અને એનો વહીવટ ધરમપુરના રાજા સંભાળતા હતા. ત્યારબાદ ધરમપુર રાજ્ય ભારત દેશમાં જોડાયું હતું.