ધરગથ્થુ ઉપચારઃ ખીલ માટે
* તુલસીના પાનના સરમાં લીંબુ રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા ઉપર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાંખવાથી મોઢા પરના કાળા ડાઘ મટે છે.
* પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ ઉપર ધીરે ધીરે લગાડીને થોડીવાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
* લોબાન સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીમડાના પાન નાખી પાણીથી ધોવાથી ખીલ મટે છે.
* કાચી સોપારી અથવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
* મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડીયામાં ખીલ મટે છે.
* જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
* દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
* જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
* નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
* લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે.
* છાશ વડે મોં ધોવાથી ખીલના ડાઘા, મોં પરની કાળાશ દૂર થાય છે.
* રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સૂઈ જવું, સવારના સાબુથી મોં ધોવું આ પ્રયોગથી ખીલ મટે છે.
* કાચા પપૈયાને કાપવાથી જે દુધ જેવી પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ માટે જળ મૂળથી મટી જશે.
* ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી, પંદર વીસ મીનીટ પછી તે સુકાઈ જાય ત્યા પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢું સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું, એક અઠવાડીયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ડાઘ મટે છે મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.