સામગ્રી :
દૂધી : ૨ કિલો,
ખાંડ : ૧ કિલો,
સફેદ મરી,
બદામ પીસેલી,
દૂધ : ૪ લિટર,
વરખ,
પીપરીમૂળ,
ઘી : અડધો કિલો.
રીત :
પ્રથમ દૂધીને છોલીને ખમણી લેવી. દૂધનો ઊભરો આવે પછી તેમાં દૂધી નાખવી. ધીમા તાપે હલાવવું. દૂધીનો માવો બને ત્યાં સુધી હલાવતા રહેવું. માવો બન્યા પછી તેમાં ઘી નાખવું. પછી થોડીવારમાં ખાંડ નાંખવી. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં બદામ, સ્વાદ પ્રમાણે પીપરીમૂળનો ભૂકો, સફેદ મરીનો ભૂકો નાખવો. એકદમ માવો થઈ જાય ત્યારે થાળીમાં ઘી લગાડીને પાથરી દેવું. ઉપર વરખ લગાડવી. થોડીવાર પછી ચપ્પુ વડે કાપા પાડીને એક એક ટુકડો જુદો પાડવો.