સામગ્રીઃ-
૨૫૦ ગ્રામ છડેલી બાજરી,
૧ થી દોઢ લિટર દૂધ,
૩૦૦ ગ્રામ ખાંડ,
૨ચમચા બદામની કતરણ,
૧ ચમચો ચારોળી,
૧ ટી સ્પૂન ઈલાયચી પાઉડર
રીતઃ-
છડેલા બાજરામાં અર્ધા ભાગનું દૂધ નાખીને કુકરમાં બાફવી. પછી જરૂર પ્રમાણે એક વાસણ લઈ એમાં બાફેલો બાજરો નાખી, વધેલું દૂધ રેડી ગેસ પર મૂકી હલાવ્યા કરવું. જયારે દૂધ એકદમ ઘટ્ટ બને અને લચકા જેવું થઈ જાય એટલે એમાં ખાંડ નાખી હલાવવું(ખાંડ ઓછી લાગે તો વધારે નાખવી) ખાંડનું પાણી બળી જાય અને એમ લાગે કે ઘટ્ટ થયું છે એટલે એમાં ઈલાયચી પાઉડર નાખી ૨ ચમચો બદામની કતરણ નાખી બરાબર મિકસ કરવું. એક થાળીમાં ઘી લગાવીને બાજરાને પાથરી ઉપર, બદામ, ચારોળી પાથરવા અને ડરવા દેવું. બરાબર ડરી જાય પછી કટકા કરી શકાય છે. આ વાનગી સૌરાષ્ટ્રની સ્પેશ્યલ છે.