જન્મઃ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું ગામ ધોધામાં
અભ્યાસઃવકીલાત
નોકરીઃમ્યુનિસિપાલટીના કમિશનર
જીવનઃ અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઉતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલ ઘેર ઘેર ફરી પ્લેગના દરદીઓની સારવાર કરી તેમના આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પર રહ્યો નહીં. તેમની આ નિ:સ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ડાની ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દીવાન તરીકે પંસદ કર્યાં. દરમિયાન રાજ્યમાં દુષ્કાળરૂપી આફતનાં ઓળાં ઉતરી આવ્યા. ફરી પ્રજા સેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિધા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સંભાળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા. જેને સૌ કોઈ ઉદાહરણ તરીકે યાદ કરતા. તેમનું સૂત્ર હતું “દ્રઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો.”
અવસાનઃ ૨૭-૧-૧૯૫૦