દિનકર જોશી નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગરજીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા જેથી તેમને બે પુત્રો થયા. તેઓએ મહાત્મા વિ. ગાંધી નાટક લખ્યા હતા જે રંગભૂમિ પર ભજવાણા છે. તેઓ ગીતા અભ્યાસી અને તેમાં પાંડિત્ય ધરાવતા હતા. આન્ધ્ર દેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવાને તેઓ એ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો. તેઓએ ૬૦થી વધુ પુસ્તકો લખ્યા હતા. મુખ્ય રચનાઓ નવલકથા દૂર દૂર આરો, જાણે અજાણે, તન ઝંખે મન રોય, મત્સ્યવેધ, અદીઠાં રૂપ ( અંધના જીવન આધારિત), કાશનો પડછાયો, અગન પથારી, શ્યામ એક વાર આવો ને આંગણે, કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્, બરફ્ની ચાદર, શેષઅ શેષ, આકાશનો એક ટૂકડો, (નર્મદના જીવન પર આધારિત), કંકુના સૂરજ આથમ્યા (મહાભારતના પાત્ર કર્ણના જીવન પર આધારિત), યક્ષશ્ન, ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, આપણે ક્યાંક મળ્યા છીએ, ૩૬ અપ ૩૬ ડાઉન વિ . * વાર્તાસંગ્રહો તરફ્ડાટ, અનરાધાર, એક વહેલી સવારનું સપનું, વનવેશ વિ. * સંપાદન યાદ( ૧૯૫૪૧૯૬૪ ના ગાળાની વાર્તાઓ) * અનુવાદ પંજાબી એકાંકી * અંગ્રેજી હશળાતયત દ્યર ઇંક્ષમશફ્ક્ષ ઈીહીિંયિ
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો
ગુજરાત સાહિત્ય પરિષદ – ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી – જીવન ગૌરવ પુરસ્કાર
ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી – સાહિત્ય ગૌરવ પુરસ્કાર