દાહોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના મહત્વના દાહોદ તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. દાહોદ જિલ્લા તેમ જ શહેરમાંથી ગાંધીનગરથી ઈંદોર જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ પસાર થાય છે.
દાહોદ તાલુકામાં ૮૬ ગામો આવેલાં છે. ઇ.સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ દાહોદ તાલુકાની વસ્તી ૩,૬૮,૪૮૪ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૭.૦પ ટકા, પુરુષોમાં ૬૧.૧૮ ટકા તેમ જ કુલ ૪૯.રર ટકા જેટલો છે. દાહોદ તાલુકાનો કુલ વિસ્તાર પ૮,૧૯૦.૬૯ હેક્ટર જેટલો છે.