દશ્ય, અદશ્ય અને અદષ્ટ વચ્ચે તફાવત શું?
* (૧)દશ્યઃ જે ઇન્દ્રિયગોચર છે તે દશ્ય છેઃ
– સામાન્ય બુધ્ધિ કે સમજણથી જોઈ શકાય એ.
(૨) અદશ્ય ; જે અદશ્ય છે તે અતીન્દ્રિય વિભાગને લગતું છે ગુપ્તવિધાઓ અદશ્ય સાથે સંબંધિત છે.
-ચેતન્યનો વિસ્તાર થતાં અદશ્ય વિભાગનો પરિચય થવા માંડે છે
– વિજ્ઞાનીઓ પણ અદશ્ય જણાતાં જંતુઓને કે પદાર્થોમાની ગતિને પામવા વિવિધ સાધનો વિકસાવી રહ્યા છે.
(૩) અદષ્ટ ; જે અદષ્ટ છે તે સ્થુલ ઇન્દ્રિયોનો વિષય જ નથી પણ હ્રદય અને મનનો વિષય છે મન અને હ્રદય જયારે ખરેખરાં સંવેદનશીલ બને છે ત્યારે તે અદષ્ટ કે અગ્રાહ્ય છે તેનું દર્શન કરવા પ્રેરાય છે.
-ચૈતન્ય એના ઊડાંમં ઊંડા સ્તરે પહોચે છે ત્યારે અદષ્ટ સાથે સંબંધ બંધાય છે.