દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૩૪ થી ૪૨
મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ ।
કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥ ૩૪॥
સર્વનું મૃત્યુ હું છું, ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પતિનો તેમજ ઉન્નતિનો હેતુ હું છું, નારી વિભૂતિઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા પણ હું જ છું.॥ ૩૪॥
બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ ।
માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥ ૩૫॥
ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહ્ત્સામ હું છું, છંદોમાં ગાયત્રીછંદ હું છું, મહિનાઓમાં માર્ગશીષ માસ હું છું અને ઋતુઓમાં વસંતઋતુ હું છું.॥ ૩૫॥
દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥ ૩૬॥
છલ કરનારાઓમાં ધૃત (જુગાર) હું છું, પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું, જીતનારાઓનો વિજય હું છું, નિશ્વય કરનારાઓનો નિશ્વય હું છું, સાત્વિક પુરુષોની સાત્વિકતા હું છું.॥ ૩૬॥
વૃષ્ણીનાં વાસુદેવોઽસ્મિ પાણ્ડવાનાં ધનઞ્જયઃ ।
મુનીનામપ્યહં વ્યાસઃ કવીનામુશના કવિઃ ॥ ૩૭॥
વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ હું છું અને પાંડવોમાં અર્જુન હું છું, મુનિઓમાં વેદવ્યાસ હું છું અને કવિઓમાં શુક્રાચાર્ય હું છું.॥ ૩૮॥
દણ્ડો દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ્ ।
મૌનં ચૈવાસ્મિ ગુહ્યાનાં જ્ઞાનં જ્ઞાનવતામહમ્ ॥ ૩૮॥
દમન કરનારાઓની દમનશક્તિ હું છું, જય મેળવવાની ઈચ્છાવાળાઓની નીતિ હું છું, ગુપ્ત રાખવાના ભાવમાં મૌન હું છું અને જ્ઞાનીઓનું તત્વજ્ઞાન પણ હું છું.(૩૮)
યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ।
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ॥ ૩૯॥
હે અર્જુન ! સર્વ ભૂતોની ઉત્પત્તિનું કારણ હું છું, મારા સિવાયના ચરાચર ભૂતો કોઈ જ નથી.॥ ૩૯॥
નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ ।
એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ॥ ૪૦॥
હે પરંતપ ! મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી. મારી જે વિભૂતિઓનો વિસ્તાર છે તે મેં તને ટૂંકમાં કહી સંભળાવ્યો.॥ ૪૦॥
યદ્યદ્વિભૂતિમત્સત્ત્વં શ્રીમદૂર્જિતમેવ વા ।
તત્તદેવાવગચ્છ ત્વં મમ તેજોંઽશસમ્ભવમ્ ॥ ૪૧॥
હે પાર્થ ! જે પણ વિભૂતિયુક્ત, અશ્વર્યયુક્ત, શોભાયુક્ત, કે અન્ય પ્રભાવથી યુક્ત હોય તે મારા તેજના અંશરૂપ છે એમ તું જાણ.॥ ૪૧॥
અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન ।
વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ॥ ૪૨॥
અથવા હે અર્જુન ! મેં જે આ ઘણી વાતો તને સંભળાવી તે જાણવાનું પ્રયોજન શું છે? હું આ સંપૂર્ણ જગતને મારી યોગમાયાના એક અંશ માત્રથી ધારણ કરી રહ્યો છું, માટે મને જ તત્વથી જાણવો જોઈએ.॥ ૪૨॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
વિભૂતિયોગો નામ દશમોઽધ્યાયઃ ॥ ૧૦॥