દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૧ થી ૧૧
અથ દશમોઽધ્યાયઃ ।
વિભૂતિયોગઃ
શ્રીભગવાનુવાચ ।
ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ ।
યત્તેઽહં પ્રીયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા ॥ ૧॥
શ્રી ભગવાન કહે : હે મહાબાહો ! ફરીથી તું મારા પરમ વચનો સાંભળ; તને મારા ભાષણ થી સંતોષ થઇ રહ્યો છે એટલે જ તારું હિત કરવાની ઈચ્છાથી હું તને આગળ કહું છું.॥ ૧॥
ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ ।
અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥ ૨॥
દેવગણો તથા મહર્ષિઓને પણ મારા પ્રાદુર્ભાવની ખબર નથી, કેમ કે હું સર્વ રીતે
દેવો અને મહર્ષિઓનું આદિ કારણ છું.॥ ૨॥
યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ ।
અસમ્મૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ॥ ૩॥
જે મને અજન્મા, અનાદિ અને સર્વ લોકોનો મહાન અધિપતિ ઈશ્વર તત્વથી
ઓળખે છે, તે મનુષ્યોમાં જ્ઞાનવાન પુરુષ સર્વ પાપોના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.॥ ૩॥
બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ ।
સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ॥૪॥
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ ।
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ॥ ૫॥
બુદ્ધિ, તત્વજ્ઞાન, અસંમોહ, ક્ષમા, સત્ય, શમ, સુખ, દુઃખ, ઉત્પતિ, વિનાશ, ભય અભય અને.(૪)અહિંસા, સમતા, તુષ્ટિ, તપ, દાન,યશ, અપયશ વગેરે સર્વ ભિન્ન ભિન્ન પ્રકારના ભાવો પ્રાણીઓમાં મારા થકી જ ઉત્પન થાય છે॥૪- ૫॥
મહર્ષયઃ સપ્ત પૂર્વે ચત્વારો મનવસ્તથા ।
મદ્ભાવા માનસા જાતા યેષાં લોક ઇમાઃ પ્રજાઃ ॥ ૬॥
પ્રાચીન સપ્તર્ષિઓ અને તેમની પહેલાં થઇ ગયેલા બ્રહ્મદેવના સનતકુમાર આદિ ચાર માનસપુત્રો તથા ચૌદ મનુઓ મારામાં ભાવવાળા બધા જ મારા સંકલ્પથી ઉત્પન થયેલા છે. અને તેમનાથી જ જગતનાં સર્વ પ્રાણીઓ ઉત્પત્તિ થઇ છે.॥ ૬॥
એતાં વિભૂતિં યોગં ચ મમ યો વેત્તિ તત્ત્વતઃ ।
સોઽવિકમ્પેન યોગેન યુજ્યતે નાત્ર સંશયઃ ॥ ૭॥
જે પુરુષ મારી પરમ અશ્વર્યરૂપ વિભૂતિને એટલેકે મારા વિસ્તારને અને યોગશક્તિને (ઉત્પન કરવાની શક્તિને) તત્વથી જાણે છે તે પુરુષ નિશ્વલ ધ્યાનયોગથી મારામાં ઐક્ય ભાવથી સ્થિત થઇ સમ્યગદર્શન ના યોગવાળો થાય છે, એમાં સંશયને સ્થાન નથી.॥ ૭॥
અહં સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ।
ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવસમન્વિતાઃ ॥ ૮॥
હું – શ્રી કૃષ્ણ જ સંપૂર્ણ જગતની ઉત્પતિનું કારણ છું. મારા વડે જ સર્વ જગત પ્રવૃત થાય છે. એમ તત્વથી જાણીને શ્રદ્ધા- ભક્તિયુક્ત થયેલા જ્ઞાનીજનો મને –પરમેશ્વરને નિરંતર ભજે છે.॥ ૮॥
મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥ ૯॥
તે જ્ઞાનીઓ નિરંતર મારામાં ચિત્ત રાખી, મારામય રહી મને સર્વસ્વ અર્પણ કરનારા ભક્તજન મારા વિષે બોધ આપતા ગુણ અને પ્રભાવ સાથે મારું કીર્તન કરતાં નિરંતર સંતુષ્ટ રહે છે અને મારામાં લીન રહે છે.॥ ૯॥
તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્ ।
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ॥ ૧૦॥
સદૈવ મારા ધ્યાનમાં રહેનારા અને પ્રીતિથી મને જ ભજનારા જ્ઞાનીજનો છે તેમને તત્વજ્ઞાનયોગથી હું પ્રાપ્ત થઇ શકું તેવો બુદ્ધિયોગ આપું છું.॥ ૧૦॥
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ ।
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ॥ ૧૧॥
તેમના પર અનુગ્રહ કરવા તેમના અંત:કરણમાં ઐક્યભાવથી સ્થિત થઈને પ્રકાશિત તત્વજ્ઞાનરૂપી દીપકના યોગથી તેમનો અજ્ઞાનજન્ય અંધકાર હું નષ્ટ કરું છું.॥ ૧૧॥