તહેવાર કરતા વહેવાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય,
દરકાર કરતા શણગાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય.
સંસાર કરતા જંજાળ વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય,
સહકાર કરતા પડકાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય.
આવક કરતા ઉધાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય,
વર્તમાન કરતા ભૂતકાળ વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય.
કામ કરતા કારભાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય,
કરનાર કરતા ગણનાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય.
ગ્રાહક કરતા દુકાનદાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય,
મિલકત કરતા વારસદાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય.
મિત્રો કરતા સલાહકાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય,
ઈમાનદાર કરતા માલદાર વધી જાય ત્યારે દુખની શરૂઆત થાય.
મેલમાંથી….