ત્યાગનો ભાવ કેળવવો અધરો ખરો ?
* ના.શરીરનું નિરીક્ષણ કરવાથી તેનો ખ્યાલ આવશે.દા.ત.હાથ મિષ્ટાન ગ્રહણ કરે છે પણ લીધા પછી પોતાની પાસે રાખી મુકવાને બદલે મોને આપી દે છે; મો કોળિયાને સંધરી રાખતું નથી પણ આંતરડાને પહોચાડે છે અને આંતરડા એને હ્રદય સુધી અને હ્રદય તેનું લોહીમાં રુપાંતર કરી અન્ય અવયવ મારફતે સમગ્ર શરીરમાં પહોચાંડે છે.
-શરીરનું કોઈપણ અંગ મિષ્ટાનને પોતાની પાસે રાખવાને બદલે સકળ અંગોને પોષણ મળે તેમે વર્તે છે.
-અન્યના શાંતિ-આનંદમાં આપંવાથી શાંતિ-આનંદ ટકી રહે છે એવી સમજણ ધરાવનાર ત્યાગ કરી શકે છે.