તાલાળા (કે તાલાલા કે તાલાલા (ગીર) કે તાલાળા (ગીર) )ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના એક મહત્વના તાલુકા તાલાળા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું આ તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હિરણ નદી વહે છે. સીદીબાદશાહ કે સીદી તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે. તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે.
આ તાલુકાની કુલ વસતી – ૧,ર૭,૭૯૪ છે. જેમાં પુરુષો – ૬૫,૮૩૩ અને સ્ત્રીઓ – ૬૧,૯૬૧ છે. વસ્તીની ગીચતા ૧૩૪/ચો.કિ.મી. છે. તાલાલા શહેરની વસ્તી ૪૦,૮૧૧, જેમાં પુરૂષ ૧૦,૪૧૨ અને સ્રીઓ ૯,૬૫૩ તથા સાક્ષરતા દર ૩૪.૭૪ % છે. તાલુકામાં હિરણ, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે.
તાલાલા- વિકિપીડિયા માંથી