તારા નામને હિંડોળે રાજ ઝૂલ્યા કરું,
ગીત ગાઉ ગાઉ ને મને ભૂલ્યા કરું!
સૂરની એય ઠેસ અને સરી પડે કાળ,
હું તો તારા આ દેશમાં,
આસપાસ યમુનાનાં નીર, કદંબની ડાળ,
હું તો તારા આશ્લેષમાં,
મારાં લોચન બિડાય અને હું ખૂલ્યા કરું,
…તારા નામને
કોેઇ લજજાની કોયલ આ કયાંક કશું બોલી,
ને વૃંદાવન આખું થયું લાલ લાલ લાલ,
વાંસળીએ હૈયાની વાત દીધી ખોલી,
મારા પોપચામાં સાંવરિયો ગિરિધર ગોપાલ,
મને મીરાંના મુખડાની માયા,
એ વાત હું કબૂલ્યા કરું,
…તારા નામને
ખ્ સુરેશ દલાલ