પરિચય :
તજ એ એક તેજાનો છે. પ્રત્યેક ઘરમાં અવારનવાર તેનો જુદો જુદો ઉપયોગ થતો હોય છે. તજ એ \’તજ\’ ના જ નામથી ઓળખાતા ઝાડની છાલ છે. પાતળી તજ સારી ગણાય છે.
ગુણધર્મ :
તજ તીખી, મીઠી, કંઠને સુધારનાર, લઘુ, રુક્ષ, સહેજ કડવી, કિંચિત્ ગરમ અને પિત્તકર છે. તે કફ, વાયુ, હેડકી, ઉધરસ, ઊલટી, હ્રદયરોગ, ખરજ, આમ, પીનસ (નાકમાં થતો એક રોગ), ધાતુવર્ધક, સ્તંભક, તૃષાશામક અને મુખદોષનાશક છે. તે ઉપરાંત ગર્ભાશયની ઉત્તેજક અને સંકોચક હોવાથી સુવાવડ પછી લેવાથી ગર્ભાશયને દરેક પ્રકારે સામાન્ય બનાવે છે. તે દરેક પ્રકારના તાવને મટાડી શરીરને દોષમુકત કરે છે. તે સિવાય હ્રદય માટે પણ તે હિતકારી અને ઉતેજક છે. તે હ્રદયની દુર્બળતા દૂર કરી તેને મજબૂત બનાવે છે.
ઉપયોગ :