વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા થયું સન્માન
ઈન્ટરનેશનલ વુમન ડે પર મહિલાઓના સાહસ અને સિદ્ધિને બિરદાવવામાં આવે છે ત્યારે શહેરના એક મહિલા આંત્રપ્રિન્યોરનું વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. મેટ્રોપોલીસ હેલ્થ કેરના એમડી અને સીઈઓ ડૉ. અમીરા શાહને રાષ્ટ્રીય સ્તરના એચઆર લીડરશિપ વિષય પર મુંબઈ ખાતે યોજાયેલા એક સેમિનારમાં ‘વુમન લીડરશિપ એવોર્ડ ’ અપાયો હતો. આ પ્રસંગે કોર્પોરેટ જગતની જાણીતી હસ્તીઓ અને વર્લ્ડ એચઆરડી કોંગ્રેસના અરુણ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના ક્ષેત્રમાં સફળતા અને ગુણવત્તાના ધોરણોમાં શ્રેષ્ઠતા પુરવાર કરનાર મહિલાઓને આ એવોર્ડ આપવામાં આવે છે. ડાયગ્નોસ્ટિક અને હેલ્થ કેર સેક્ટરમાં આપેલા પ્રદાન બદલ તથા મેટ્રોપોલીસ હેલ્થકેરને લેબોરેટરીની મલ્ટિનેશનલ કંપની બનાવવા બદલ તેમનું આ સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ માટે ટેલેન્ટ મેનેજમેન્ટ, સ્ટ્રેટેજી, એચઆર ટેક્નોલોજી, કમ્પેન્સેશન સ્ટ્રેટેજી, ઈનોવેશન અને ગ્લોબલ મોબિલિટી વગેરે જેવા પાસાંઓ ઉપરાંત કંપની તથા એમ્પ્લોઈના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
ઈમોશનલ ટચની વિશેષતાથી સફળતા
આ એવોર્ડ અંગે અમીરા શાહે જણાવ્યું હતું કે, ‘એવોર્ડ મળવાથી સમગ્ર પરિવારનું ગૌરવ વધ્યું છે. સમગ્ર ટીમની નિષ્ઠા અને સહકારના કારણે જ મારું વિઝન હકીકત બન્યું છે. વિષયના ગહન અભ્યાસની સાથે તાર્કિક કુશળતા અને વિશ્લેષણના કોમ્બિનેશનનો અમલ કરવાથી આ સફળતા મળી છે. આ સાથે જ દરેક વિષયમાં ઈમોશનલ ટચ આપવાથી સિંગલ લેબમાંથી આજે મલ્ટિનેશનલ લેબ ચેઈનનું નિર્માણ થયું છે.’ ઉલ્લેખનીય છે કે, મેટ્રોપોલીસ હેલ્થકેર ભારત ઉપરાંત શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને મિડલ ઈસ્ટમાં ૭૫ ડાયગ્નોસ્ટિક સેન્ટર ધરાવે છે.
સૌજન્ય : દિ.ભા. માથી