સામગ્રી :
ટામેટાં લાલ : ૧ કિલો,
પાણી : ૪ કપ,
કાળાં મરી, સાકર,
મકાઈનો લોટ : ૧ ચમચી,
મીઠું : જરૂરી પ્રમાણમાં,
મલાઈ : ૧ ચમચો અને માખણ.
રીત :
એક વાસણમાં મલાઈ ગરમ કરી તેમાં ઝીણાં સમારેલાં ટામેટાં નાંખી પાણી નાખી ટામેટાં ધીમા તાપે સીજવા દો. પછી ગળી જાય ત્યારે બરાબર એકરસ કરો. (અથવા ઠંડા કરી મીક્ષ્ચરમાં ક્રશ કરો) પછી પ્લાસ્ટિકની ગળણીથી ગાળી લેવા. ૧ ચમચી પાણીમાં મકાઈનો લોટ મિક્સ કરી ધીમે ધીમે સૂપમાં નાખતા જવું અને સૂપ હલાવતા જવું, પછી સૂપ ઉકાળો. તેમાં એક ચમચો સાકર નાખવી. બરાબર ઊકળી જાય એટલે ખાવાના ઉપયોગમાં લેવું. પીરસતી વખતે સ્વાદ અનુસાર મીઠું, મરી નાખવાં અને ઉપરથી એક ચમચી માખણ નાખીને પીરસવું.
(આ સૂપ તળેલ બ્રેડના ટુકડા નાખીને ખાવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે.)