ઝાલોદ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઝાલોદ આ તાલુકાનું મુખ્ય મથક છે. ઝાલોદ તાલુકામાં ૧૫૧ ગામો આવેલાં છે. ઇ. સ. ૨૦૦૧ના વર્ષમાં થયેલી વસ્તીગણતરી મુજબ ઝાલોદ તાલુકાની વસ્તી ૩૬,૦,૫૫૩ જેટલી થાય છે. આ તાલુકાનો સાક્ષરતા દર સ્ત્રીઓમાં ૩૩.૪૩ ટકા, પુરુષોમાં ૫૮.૪૯ ટકા તેમ જ કુલ ૪૬.૦૪ ટકા જેટલો છે. ઝાલોદ તાલુકાનો કુલ વિસ્તાર ૭૯,૮૩૯.૭૯ હેક્ટર જેટલો છે.