જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ભેદ શું?
* જ્ઞાની પરિપકવ થયેલા સ્રિફળ જેવો છે. અને અજ્ઞાની કાચા નાળિયર જેવો .
* પાકા નાળિયેરની અંદર કાચલી અને કોપરાનો ગોટો અલગ પડી ગયેલા હોય છે, તેમ જ્ઞાનીની સમજમાં શરીર અને આત્મા ભિન્ન છે. જ્ઞાની શરીર અને આત્મા ને અલગ પાડીને જુવે જીવે છે.
* કાચા નાળિયેરમાં કાચલી અને કોપરુ ચોટેલુ હોય છે. અજ્ઞાનીની મનુષ્ય શરીર અને આત્માને જોડાયેલા માને છે.
* જ્ઞાની મનુષ્ય શરીર અને આત્માનું તાદાત્મ્ય નથી કરતો; જયારે અજ્ઞાની મનુષ્ય બંનૈ વચ્ચે તાદાત્મ્ય સાધે છે.