જુનાગઢ ગીરનારની તળેટીમાં વસેલું ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં \”જીર્ણગઢ\” તરીકે કર્યો છે. [૧] જુનાગઢનો સામાન્ય અર્થ \”જુનો ગઢ\” થાય છે.જૂનાગઢનો ૯મી નવેમ્બર,૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો. જુનાગઢ એ સૌરાષ્ટ્રનો એક મહત્વનો જીલ્લો છે.