આજ ગમગીન બેઠી છુ.ન જાણે શું વિચારુ છુ કાંઈ સમજાતુ નથી જીવનની કઈ વિડંબના છે કશુ સમજાતું નથી.શું કરુ શુ ના કરુ કશુ વિચારી શકવાને અસમર્થ થઈ ગઈ છુ.જીવનમાં હવે કયો નિર્ણય લેવો સમજાતું નથી કોની પાસે જઈને મારા વિચારો,પરેશાની,હતાશા,ગભરામણ કહુ તે સમજાતુ નથી.જીવન એકદમ ખાલી/અધુરુ લાગ્યા કરે છે.કશુ કરવાનું મન થતું નથી કામમાં મન પરોવું તો સતત વિચારો તે કરવા દેતા નથી.કયુ કારણ છે તે સમજાતુ નથી.આવુ કેમ થાય છે.રાતે અચાનક આંખોમાંથી ઊધ ઉડી જાય છે જીદગી જીવવામાં મારાથી કશું ભુલાઈ તો ગયુ નથી ને?
હંમેશા એવુ લાગ્યા કરે છે કે શું મારે આવુ જ જીવન જૉઈતું હતુ મનને હુ સતત પ્રશ્નો પુછતી રહુ છુ કયારેક જવાબ હા મા મળે છે કયારેક ના મા મળે છે.બહુ મોટી મુજવણમાં ફસાઈ ગઈ છુ જો જવાબ હા મા કહુ તો મન ના પાડે છે કહે છે કે ના તારે આવી જીદગી જોઈતી ના હતી.મારે તો આકાશમાં મુક્ત બનીને પક્ષીની જેમ ઊડવું હતું મારે મારી કલ્પનાઓ હતી તેમા જ વિચરણ કરવુ હતું મારે મારી દુનિયા જોઈતી હતી હુ આ કઈ દુનિયામાં આવી ગઈ.વળી પાછી વિચારોમાં પરોવાઈ જાવછુ…નહિ હુ શુ કરુ મન સતત અજંપા છે
પાછી વાસ્તવિક દુનિયામાં આવી જાવ છુ એમ થાય છે કે હુ આ શું વિચારુ છુ મે મારા માટે,કુટુબ,સમાજ વગેરે માટે કશુ કર્યુ તો નથી.તેમણે મને શું આપ્યુ મારી સમસ્યા/પરેશાનીઓમાં હુ એકલો જ લડતો રહ્યો છુ ઝ્ઝુમતો રહ્યો છુ કોઇ મારી સાથે ન આવ્યુ.મે કુટુબ,સમાજ માટે ધણુ કર્યું પણ અત્યારે હુ એકલો છુ મારી સાથે કોણ છે.સંત પુરુષો કહે છે કે જીવન બહુ સુદર હોય છે તેને જીવી ને તો જુઓ સ્વર્ગ પણ અહિ છે અને નર્ક પણ અહિ છે પણ મને તો નર્ક જેવું જ જીવન દેખાઈ છે જીવનમાં ધણી પરેશાની છે તેનાથી થાકી ગઈ છુ કોઈ મને સમજવા માગતુ નથી મારી લાગણીને કોઇ સમજી શકતું નથી.મને પણ રડવાનું મન થાય છે પણ એવું કોઇ ખભો મળ્યો નથી કે જેના પર હું માથુ મકીને રડી શકુ. મારૂ મન હળવું કરી શકુ.મારા મનની વાત કરી શકુ.ધણીવાર એવું થાય છે કે ચાલ રુમનો દરવાજો બંધ કરીને પોક મુકીને રડી લઉને મારુ મન હળવુ કરી લઊ પણ તેમ પણ કરી શકતો નથી વળી પાછો સમાજનો વિચાર આવે આવું કરીશ તો સમાજ મારા વિશે શું ધારશે શુ વિચાર કરશે માટે તેમ પણ કરી શકતી નથી.
હાથ માથે મુકીને આખો બંધ કરીને વિચારોમાં સતત ખોવાઈ જાવ છુ થાકી ગઈ છુ આ જીવનથી કયાં સુધી સંધર્ષ કરતા રહેવું.જીવનની સમસ્યા તો છેલ્લા શ્વાસ સુધી ચાલ્યા કરશે એમા કોઇ છુટાકારો નથી.આમાથી નિકળવાનો કોઈ ઉપાય પણ નથી શુ કરુ શુ ના કરુ કશુ સમજાતું નથી સંસારમાં એવી વ્યક્તિ છે જેની પાસે હુ આ બધા પ્રશ્નોના જવાબ માગી શકુ?