જાતીય જીવનમાં આહારનું અદભુત કાર્યઃ
લસણ
અનેક ઔષધીય ગુણોથી ભરપૂર લસણ કે જેમાં ભરપૂર કામોત્તેજના વધારનારા અનેક તત્ત્વો રહેલાં છે.લસણને સેકસ બૂસ્ટર ગણાય છે. લસણનો ખાવામાં દરરોજ ઉપયોગથી તમારા જાતીય પરાક્રમમાં અદભુત સહાયક નિવડી શકે છે.
ગર્ભાવસ્થા બાદ સામાન્ય રીતે સ્ત્રીઓએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં દરેક માતા ઇચ્છે છે તે તેને કોઇ રીતે સ્ટ્રેચ માર્કમાંથી છુટકારો મળી જાય. જો તમારા શરીર પર પણ સ્ટ્રેચ માર્ક પડી ગયા છે તો લસણ ટ્રાય કરો. તે સ્ટ્રેચ માર્ક દૂર કરવામાં મદદ કરે છે.
શાકભાજી
ગો ગ્રીન એટલે કે લીલાં પાંદળાવાળા શાકભાજીનો ઉપયોગ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી જાતીય લાભ માટે એકદમ યોગ્ય છે.આનો ઉપયોગ કરવાથી સ્ત્રીઓના હોર્મોનને સંતોલન આપે છે. જેના કારણે જાતીય જીવનનો પૂરો લાભ ઉઠાવી શકે છે. લીલાં શાકભાજીમાં ભરપૂર માત્રામા વિટામીન તેમજ પુષ્કળ પ્રમાણમાં ખનીજ દ્વવ્યો હોવાથી આપના જીવનના જાતીય સમસ્યાને લગતા તમામ પ્રશ્નો ચપટી વગાડતા ઉકેલી શકે છે.
સુકોમેવો
સુકામેવામાં ભરપૂર પ્રમાણમાં ઉર્જા રહેલી હોવાથી તેનો બને તેટલો વધુ ઉપયોગ કરો.બદામ, અખરોટ,મગફળી,પિસ્તા,તેમજ અંજીરને નિયમિત રીતે ઉપયોગમાં લેવાથી જાતીય શક્તિમાં ચમત્કારિક પરિણામ મળી શકે છે.શિયાળાની મોસમમાં સુકોમેવો ખાવાથી શરીર અને સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. ડ્રાઈફ્રુટ્સમાં પ્રોટીન, ફાઈબર, ફોલિક એસિડ, વિટામીન ઈ, વિટામીન બી-6 અને ખનિજ પદાર્થની ભરપુર માત્રા હોય છે
કોળું
પ્રજનન શક્તિ વધારનારા આહાર તરીકે કોળુ, સોયાબિન,સૂર્યમુખીનાં બીજ આ તમામ જાતીયભોગને વધારનારા હોર્મોનમાં સુધારો કરનારા મિત્રો સમાન છે. કોળું ઝિંક તત્વથી ભરપૂર હોવાથી સેકસ ડ્રાઈવનું કામ કરે છે. આનું સંશોધન દિલ્હી સ્થિત એક ન્યૂટ્રીશને હાથ ધર્યું હતું.
દરિયાઈ ખોરાક
દરિયાઈ ખોરાકમાં માછલી, જીંગા તેમજ કરચલા ગણી શકાય છે. જેમાં પુષ્કળ પ્રમાણમાં જાતીયતાને ઉત્તેજનારા તત્વો રહેલા હોવાથી આને નિત્ય ભોજનમાં સામેલ કરી શકાય. તમને તાજગી આ દરિયાઈ ખોરાકમાંથી મળી શકે છે. તમારા આંતરિક અવયવોને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આનો ઉપયોગ કરી શકાય.
ફળ-ફળાદી
જાતીય જીવનમાં આંનદની હેલી વરસાવવાની ઈચ્છા હોય તો નિત્ય જેમાં વિટામીન-સી રહેલાં છે તેવાં ફળ-ફળાદીનો ખૂબ ઉપયોગ કરો.જાતીય અંગોની યોગ્ય માવજત માટે વિટામીન -સીની અત્યંત જરૂર હોય છે. જે આવા ફળોમાંછી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.ખાસ કરીને સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ગરમ મસાલા
યોગ્ય મરી-મસાલાના ઉપયોગથી આપના ભોજનની થાળી જ સુંદર લાગતી નથી પરંતુ આપના શયનકક્ષને પણ ગરમ કરી શકે છે મતલબ કે જાતીય શક્તિને વધારે છે.આદુ, લીલાં મરચાં,લાલ સુક્કુ મરચું આ તમામ ગરમ મશાલા શરીરમાં લોહી સંચારને વધારે છે જેનાં કારણે આપના જાતીય જીવનમાં પણ શક્તિ સંચાર થાય છે.
ડાર્ક ચોકલેટ
ચોકલેટને પસંદ કરવા માટે વધુ એક કારણ જડ્યુ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડાર્ક ચોકલેટની વેરાઈટીઝના કારણે જાતીય જીવનમાં સંતોષ મળી શકે છે.ચોકલેટમાં રહેલાં તત્વોને કારણે તમારા રિલેક્સેશનમાં વધારો થાય છે. હોર્મોનમાં સુધારાના કારણે જાતીય ઈચ્છામાં વધારો થતો હોય છે. હવેથી ચોકલેટ ખાવા માટે આ એક મઝાનું કારણે છે.
કેળાં
કેળાંને જાતીય ખોરાક તરીકે યુગોથી માન્યતા મળેલી છે.કેળામાં રહેલી વિટામીન બીના કારણે શયનકક્ષમાં તમને સહનશક્તિ અને ઉત્તેજના આપે છે.કેળાને લીધે તમારા શરીરમાં જાતીય હોર્મોનનું ઉત્પાદન થાય છે જેને લીધે ટેસ્ટોસટેરોનમાં અદભુત વધરો કરે છે. સંશોધકો ત્યાં સુધી કહે છે કે સેકસ કરવાના થોડા કલાક પહેલાં કેળાનું સેવન કરવાથી તમારા પર્ફોમન્સમાં સુધારો જણાય છે.
ઓલિવ ઓઈલ
મહિલાઓની પરાકાષ્ઠાને લગતી સમસ્યાનો એક માત્ર ઉકેલ ઓલિવ ઓઈલમાં રહેલો છે. ઓલિવ ઓઈલના કારણે મહિલાઓના હોર્મોનમાં વધારો થતો જોવા મળે છે.આના કારણે જાતીય આનંદમાં અત્યંત વધારો થતો જોવા મળે છે.