જાણો ગુજરાતનેઃ નડિયાદ

ગુજરાતનાદક્ષિ‍ણ દિશા તરફ વળીએ તો પહેલો ખેડા જિલ્લો આવે. ખેડા જિલ્લો ગુજરાતનો એક સંપન્ને જિલ્લો છે. ધરતીપુત્રો ખેડૂતોની આ ભૂમિ. ખૂબ સુખી અને સમૃદ્ધ પાટીદારોની ધરતી, ખેતી ઉપરાંત આ મહત્વનું શિક્ષણક્ષેત્ર પણ ખરું. વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ભાઇકાકા જેવા સપૂતોની ભૂમિ. તો આવો ખેડામાં પ્રવેશ કરી પહેલાં જઈએ નડિયાદ.
ખેડા જિલ્લાનું મહત્વનું નગર નડિયાદ. સરદાર વલ્લભભાઈની જન્મભૂમિ. જૂના વખતમાં હરિદાસ બિહારીદાસ જેવાઓએ પ્રજાકીય ક્ષેત્રે મોટો ફાળો આપેલો. સંનિષ્ઠા લોકસેવક અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઇ પટેલની રાષ્ટ્રી ય સેવા નોંધ-પાત્ર છે. સંતરામ મહારાજનું એ ધામ તો આજેય મંદિર ઉપરાંત લોકસેવા માટે વિખ્યાત છે. ગઈ સદીના ઉતરાર્ધમાં ને આ સદીના આરંભે નડિયાદ સાક્ષરધામ ગણાતું, સાક્ષરવર્ય ‘સરસ્વતીચંદ્રકાર‘ ગોવર્ધનરામ ઉપરાંત રણછોડભાઈ ઉદયરામ, મણિલાલ નભુભાઈ, જેવા અનેક સાક્ષરો નડિયાદે આપ્યાદ છે. તો, ગોવર્ધનરામનું નિવાસસ્થાન પણ તેમના સ્મારકરૂપે જળવાયું છે. નગરમાં તેમની પ્રતિમા મુકાઈ છે. ત્યાં અનેક હૉસ્પિ‍ટલો-કૉલેજો-ગુજરાતની કીડની હૉસ્પિ‍ટલ અને હવે સ્વાયત્ત સંસ્થાની યુનિવર્સિટી સમકક્ષ ગૌરવપ્રદ સ્થાન મેળવનાર ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ તથા આયુર્વેદિક કૉલેજ પણ છે.
નડિયાદ સાથે સ્મરણ થાય છે કે એક વિશિષ્ટા પૂજનીય વિભૂતિનું છે પૂ. મોટા. મૂળ નામ ચૂનીલાલ. જ્ઞાતિએ ભાવસાર. પૂ. મોટાની અધ્યાત્મ ઉપરાંતની નોંધપાત્ર સામાજિક પ્રવૃત્તિ હતી દાન-યોજનાઓ. સમાજમાંથી આશ્રમ પ્રવૃત્તિ માટે મળતાં દાનોનો ઉપયોગ તેમણે અન્યથી નિરાળી આગવી રીતે કર્યો.
શાળાના ઓરડાઓ માટે દાન આપ્યાં . ‘જ્ઞાનગંગોત્રી‘, ‘વિજ્ઞાનકોશ‘ જેવી પ્રવૃત્તિઓ માટે માતબર દાન કર્યાં. તેમજ જીવન ઉપકારક કૃતિઓ માટે પણ પારિતોષિકો જાહેર કર્યાં ને આ બધા માટે કોઈ સંસ્થા ઊભી ન કરતાં તેમણે જે તે પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને, વિશ્વવિદ્યાલયોને તે ચોક્કસ શરતોએ સોંપ્યાંભ. કેટલાંક ઉત્તમ કાર્યો આ દાનની મદદથી થઈ શક્યાં. તેમના દેહત્યાગ પછીય, આજે કર્યાં ને આ બધા માટે કોઈ સંસ્થા ઊભી ન કરતાં તેમણે જે તે પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને, વિશ્વવિદ્યાલયોને તે ચોક્કસ શરતોએ સોંપ્યાંન. કેટલાંક ઉત્તમ કાર્યો આ દાનની મદદથી થઈ શક્યાં. તેમના દેહત્યાગ પછીય, આજે પણ તેમના આશ્રમની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
જિલ્લાનું મુખ્ય મથક ખેડા. જૂના કાળમાં તેનું અવરજવરના માર્ગો ઉપરના કેન્દ્ર તરીકે મહત્વ હશે ને એટલે જ અંગ્રેજોએ તેને કેન્દ્ર કર્યું હશે. હવે તો જિલ્લાના વડામથક તરીકેનાં ત્યાંના કાર્યાલયો સિવાય બીજું મહત્વનું નથી. અત્યારે તો નડિયાદ સાહસવીરો – પુરુષાર્થીઓ અને કર્મઠ ભડવીરોની ભૂમિ. આણંદ પાસે કરમસદમાં ગુજરાતના બે મહાન દેશભક્ત નેતાઓનો જન્મ – વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પટેલ. આ બે ભાઈઓની દેશસેવાએ ભારતભરમાં જ નહીં પણ વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. વલ્લભવિદ્યાનગર અને વિઠ્ઠલ-‍ઉદ્યોગનગર તથા કરમસદમાંનાં તેમનાં સ્મારકો ઉપરાંત સરદારની પ્રતિમાઓ તો ગુજરાતને ગામડે ગામડે દેખાશે. બોરસદમાં સરદારનું સ્મરણ તો થાય જ, કારણ કે એમણે ત્યાં વકીલાત કરેલી.
બીજું સ્મરણ સ્વાતંત્ર્ય-સંગ્રામના તેજસ્વી પ્રકરણમાં ખેડા સત્યાગ્રહનું અને તે સાથે જ યાદ આવે એ સત્યાગ્રહમાં જ પૂ. ગાંધીજીને આવી મળેલો એક સ્વયંસેવક સેનાની – રવિશંકર વ્યાસ, જે પછીથી રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ ગુજરાતના ઉત્તમ ગાંધીવાદી મૂકસેવક તરીકે ગુજરાતના સમસ્તના જ નહીં પર ભારતની વંદનીય વ્યક્તિ બની રહ્યા. અત્યારે બોચાસરણમાં તેમનું પ્રવૃત્તિકેન્દ્ર તેમના અવસાન પછીયે પ્રવૃત્ત છે. એ નીડર, નિખાલસ ને કર્મઠ અહિંસાપ્રેમીએ બહારવટિયાઓનો જે રીતે હ્રદયપલટો કર્યો તે તો માનવચરિત્રની અસાધારણ ઘટના ગણાય. આપણા રાષ્ટ્રી યશાયર મેઘાણીભાઈની કલમે લખાયેલું ‘માણસાઈના દીવા‘ એ માટે વાંચવા જેવું છે ને એમના જ સાથી ને એવા જ ગાંધીવાદી મૂકસેવક બબલભાઈ મહેતાનું આત્મચરિત્ર પણ. થામણા-ઉમરેઠ પાસે એમનું કેન્દ્ર. આ બધાના ચરિત્રો-જીવનકાર્યો માનવતાનાં મૂઠી ઊંચેરાં શિખરોનાં દર્શન કરાવે છે. એવા વ્યક્તિત્વોને ચરણે આપોઆપ માથું ઢળે છે.
નડિયાદની નજીકમાં જ વળી વસો ગામ. નાનકડું પણ ધનધાન્યથી સમૃદ્ધ. પણ નોંધપાત્ર તો પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન અને દેશને ખાતર રાજગાદીનો ત્યાગ કરનાર દરબાર ગોપાળદાસની જન્મભૂમિ તરીકે. વસોમાં એક સુંદર જૈન દેરાસર પણ છે. એમાંની મૂર્તિ ઈસુના બારમા સૈકાની હોવાનું મનાય છે. અહીં જ એક જર્જરિત મકાન યાદ આપે છે ત્યાં એક વાર ઊતરેલા શ્રીમદ્ રાજચંદ્રની. વળી, ધારનાથ-કોટેશ્વર મહાદેવ મંદિરોને કોટેશ્વરની દીવાલ પરનાં આશરે દોઢસો વર્ષ પુરાણાં સુંદર ભીંતચિત્રો જોવા જેવાં છે. દરબાર ગોપાળદાસની હવેલીની ઉત્કૃષ્ટ કોતરણી ગુજરાતની કાષ્ઠતકલાના ઉત્તમ નમૂનારૂપ છે. આમ તો સ્વામી વિવેકાનંદ પણ ભ્રમણ કરતાં ગુજરાત આવેલા ત્યારે મણિલાલ નભુભાઈને મળવા માટે ખાસ નડિઆદ આવેલા.
મહેમદાવાદ
નડિયાદથી નીચે ઊતરતાં પહેલાં ખેડા જિલ્લામાં બાકી રહી ગેલા ઉત્તરના ત્રણ સ્થળોનો થોડો પરિચય કરીએ. મહેમદાવાદ, ઉત્કંઠેશ્વર અને કપડવંજ.
મહેમદાવાદ અમદાવાદથી ૨૮ કિલોમીટર અને નડિયાદથી ૧૦ કિલોમીટર અંતરે આવેલું છે. મહમૂદ બેગડાએ ભમરિયો કૂવો, કિલ્લો અને મહેલો બંધાવ્યા હતા.
અહીંના જોવાલાયક સ્થળોમાં ૨૨.૫ મીટર ઊંડો અને ૭.૫ મીટર પહોળો, આઠ ખંડો ધરાવતો, પાણી સુધી પગથિયાંવાળો કૂવો છે. આ ખૂબ વિશાળ કૂવામાં ભોંયતળિયાની નીચે ઓરડાઓના માળ નીચે માળ બંધાયેલા જોઈ હેરત પામી જવાય છે. ગુજરાતમાં અને ભારતમાં આવો બીજો એક જ કૂવો છે – જૂનાગઢનો નવઘણ કૂવો. મહમૂદ બેગડાએ તેની બેગમની સ્મૃતિમાં વાત્રકના કાંઠે બંધાવેલો ચાંદો-સૂરજ મહેલના અને કિલ્લાના અવશેષો, મુબારક સૈયદનો રોજો, બેગડાના પુત્રની અને કેટલાક અમીરો તેમજ સગાંઓની કબરો, મહમૂદ બેગડા પૂર્વેની એક પ્રાચીન વાવ, ગંગનાથ, ભીમનાથ અને વૈજનાથનાં શિવમંદિરો, જૈન મંદિરો, જુમ્મા મસ્જિદ, બે દેવળો, વસંત-રજબ સેવાદળનું કેન્દ્ર તથા માધવાનંદ આશ્રમનો સમાવેશ થાય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors