મગજશક્તિ વર્ધક ઉત્તમ ઔષધિ – બ્રાહ્મી (સોમવલ્લી)
પરિચય :
આયુર્વેદમાં યાદશક્તિ (સ્મૃતિ), વૃદ્ધિ અને મેધાશક્તિ જેવી માનસિક શક્તિઓ વધારવા માટેની સર્વોત્તમ ઔષધિ ‘બ્રાહ્મી‘(બ્રાહ્મી, બિરહમી-બ્રાહ્મી) ગણાય છે. બ્રાહ્મીનાં વેલા જમીન પર, પ્રાયઃ ચોમાસામાં કે જ્યાં પાણી વધુ મળતું હોય ત્યાં લાંબા લાંબા તાંતણા સાથે પ્રસરે છે. તે વર્ષાયુ છે. વેલના સાંધા સાંધા પર મૂળ, પાન, ફૂલ અને ફળ આવે છે. દરેક સાંધા પર એક જ પાન આપે છે. પાન અખંડ, ગોળ જેવા ૧-૨ થી દોઢ ઈંચ લાંબા-પહોળાં, ૭ જેટલા થાય છે. તેનાં મૂળ દોરા જેવા પાતળા હોય છે. ગુજરાતમાં વડોદરા, સુરત, નવસારી, મરોલીમાં બ્રાહ્મી વધુ પ્રમાણમાં થાય છે. યાદશક્તિ વર્ધક તથા માનસિક રોગોનો અનેક દવામાં બ્રાહ્મી ખાસ વપરાય છે.
ગુણધર્મો :
બ્રાહ્મી સ્વાદે તૂરી-કડવી, સ્વાદુ; પચવામાં હળવી, ગુણે ઠંડી, સારક, મૂત્રલ, કંઠ સુધારક; બુદ્ધિ, પ્રજ્ઞા, મેઘા, અગ્નિ અને આયુષ્ય વધારનારી; યાદશક્તિવર્ધક, રક્તશોધક રસાયન, હ્રદય માટે હિતકર અને માનસિક દર્દો મટાડનાર છે. તે પ્રમેહ, વિષ, કોઢ, પાંડુ, ઉધરસ, તાવ, સોજો, ચળ, વાતરક્ત (ગાઉટ), પિત્તદોષ, અરૂચિ, દમ, શોષ, વાયુ તથા કફદોષ નાશક છે. બ્રાહ્મી સમગ્ર શરીરના બધા અંગોને બળવાન કરે છે. બ્રહ્મ (ઈશ્વર)ને પ્રાપ્ત કરવામાં (સાત્વિક ગુણ વધારીને) બ્રાહ્મી ઉત્તમ ગણાય છે. તે વાઈ, હિસ્ટોરિયા, ગાંડપણ, મંદબુદ્ધિ, મંદ સ્મૃતિ વગેરે દર્દોમાં તે ખાસ લાભ કરે છે.
ઔષધિ પ્રયોગ :