ગરમીનાં દર્દોની સુલભ ઔષધિ – ગરમાળો
પરિચય :
રસ્તા અને ખાનગી જાહેર બાગ-બગીચામાં ગરમાળા (આરગ્વધ, અમલતાસ)ના સુંદર પુષ્પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે. તેનાં વૃક્ષો ૨૦ થી ૩૦ ફૂટ ઊંચા અને પાન સંયુક્ત, એક થી દોઢ ફૂટ લાંબી સળી પર થાય છે. તેની ઉપર ચૈત્ર-વૈશાખમાં પીળા, કેસરી કે રાતા રંગના સુંદર, અલ્પ મધુરી વાસના, પાંચ પાંખડીના પુષ્પો થાય છે. ઝાડ ઉપર અંગુઠાથી જાડી, ગોળ અને દોઢ બે ફૂટ લાંબી, રતાશ પડતા કાળા રંગની શીંગો થાય છે. આ શીંગો લીસી, ચળકતી અને અંદર અનેક ખાનાવાળા, પુષ્કળ બી તથા કાળાશ પડતા ચીકણા ગોળ (ગર્ભ) વાળી હોય છે. જે ગરમાળાના ગોળ તરીકે હળવા જુલાબમાં ખાસ વપરાય છે.
ગુણધર્મો :
ગરમાળો મધુર, તીખો, શીતળ, હળવો રેચક, મળ ભેદનાર, ભારે અને શૂળ, તાવ, ચળ, પ્રમેહ, કફ, વાયુ, હ્રદયરોગ, કબજિયાત, કૃમિ, વ્રણ, ગોળો, કફોદર અને પેશાબની તકલીફ મટાડે છે. તેનાં ફૂલ – મીઠા, ઠંડા, કડવા, ભૂરા, પિત્ત-કફનાશક અને ઝાડો બાંધનાર છે. એની શીંગો પચ્યેથી તીખી, મધુર, બળપ્રદ, રેચક, પેટ સાફ કરનાર અને કફ, પિત્ત (ગરમી) મળદોષ અને વાયુનો નાશ કરે છે. ગરમાળાનો ગોળ – મૃદુ રેચક અને પિત્ત (ગરમી) વિકાર, કમળો, કબજિયાત, પીળો પ્રમેહ, રક્તપિત્ત, લોહી બગાડ તથા તાવ મટાડનાર છે.?
ઔષધિ પ્રયોગ :