* નાગારવેલના પાનમાં બે લવિંગ મૂકી તેને ખુબ ચાવીને સવાર-સાંજ ખાવથી શ્વાસનળીનો સોજો ઊતરે છે.
* રાત્રે ઉંધ ન આવતી હોય તો ગોળમાં ચિત્રકનું ચુર્ણ લેવાથી ધસધસાટ ઉધ આવી જાય છે.
* લીલા પપૈયાનો છુંદો તપેલામાં નાખી તેને બાફી હાથના તળિયે પાંચ દિવસ બાંધવાથી ગરમી મટે છે.
* ઇન્દ્ર જવની છાલ અને સિંધવ ગૌમુત્રમાં વાટી લેપ કરવાથી ખોડાનો નાશ થાય છે.
* ઇન્દ્રવરણીના મુળ,લીંડીંપીપર અને તેનાથી ચાર ગણો ગૉળ એકત્ર કરી તે રોજ એક તોલો લેવાથી સંધિવાના દુખાવામાં રાહત થાય છે.
* જે બાજુનુ કપાળ દુખતુ હોય તેની વિષમ બાજુના નાકમાં અગથિયાના પાદડાનો રસ અથવા ફુલોનો રસ પાડવો એટલે કફ પાકી આધાશીશી મટી જાય છે.
* આદુનો રસ લીબુનો રસ અને સિધાલુણ મેળવીને જમતા પહેલા લેવાથી કફ,શ્વાસઅને ઉધરસ મટી જાય છે.