* સૂતા પહેલાં હુંફાળા પાણી સાથે ત્રણ ગ્રામ જેટલી વરિયાળીનો ભૂક્કો ફાકવાથી કબજિયાતમાં ફાયદો કરે છે.
* સાંધાના દુખાવાથી છૂટકારો પામવા અજમાને પાણીમાં ઉકાળવો. દુખાવો થતો હોય તે ભાગ પર આ પાણીથી શેક કરવો.
* તજ ઘસીને કપાળે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
* દાંતના દુખાવાથી રાહત પામવા હીંગ અથવા લવિંગને વાટીને દાંત પર લગાડવું.